શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બ્રાઝિલ: , શનિવાર, 20 ફેબ્રુઆરી 2016 (06:19 IST)

એમેઝોનના જંગલમાંથી ગરમ પાણીની નદી મળી, પાણી એટલુ ગરમ જીવતા ઊકાળી નાખે ...

અમેરિકામાં ફેલાયેલા એમેઝોનના જંગલોમાંથી પેરુના સંશોધકોને એક નદી મળી આવી છે જેનું પાણી અત્યંત ગરમ છે એટલું બધું ગરમ કે કોઈ વ્યક્તિ તેમાં હાથ બોળે તો ઉકાળી નાખે આ નદી આશરે ૭૦-૮૦ ફીટ પહોળી અને વીસેક ફીટ ઊંડી છે લંબાઈ સાતેક કિલોમીટર છે.

   પેરુની દંતકથાઓમાં આ નદીનો દાયકાઓથી ઉલ્લેખ થતો આવ્યો છે પરંતુ સંશોધકો તેની હાજરી અંગે શંકાશીલ હતાં. પણ હવે ભુસ્તરશાસ્ત્રી એન્ડ્રીસ રૃઝોએ નજરોનજર જોયા પછી તેની હાજરી સ્વિકારી હતી. આટલી બધી માત્રામાં નદીનું પાણી ઉકળતું રાખવા માટે મોટે પાયે ઊષ્મા ઊર્જાની જરૃર પડે.

   ઊર્જા ક્યાંથી આવી રહી છે એ હજુ સંશોધન કરવાનું છે. અહીં નજીકમાં કોઈ જ્વાળામુખી નથી, એટલે ઊર્જા ક્યાંથી આવે છે એ પણ રહસ્ય છે. પાણી કેટલું ગરમ છે, એ તપાસવા માટે સંશોધક ટુકડીએ તેમાં એક દેડકાને મુકી જોયો હતો, જેનું થોડી ક્ષણોમાં મોત થયુ હતું. રૃઝોએ પોતાનો હાથ નાખ્યો તો એ હાથ પણ થર્ડ ડીગ્રી અનુભવતો હોય એમ ગરમ થયો હતો.

   પૃથ્વીના પેટાળમાં અતિશય ગરમી ધરાવતો મેગ્મા વહે છે. સંશોધકોએ અહીં જોયુ છે કે કેટલીક તીરાડો છે. એ જમીની તીરાડો સંભવત પૃથ્વીના મધ્ય ભાગ સુધી પહોંચતી હોય અને ત્યાંથી મળતી વરાળ પાણીને ગરમ કરતી હોય એવુ બની શકે. અમેરિકાની સાઉધર્ન મેથડિસ્ટ યુનિવર્સિટીમાં પીએચ.ડી કરતાં રૃઝોએ વર્ષો પહેલાં આ નદીની દંતકથા સાંભળી હતી. ૧૨ વર્ષ પહેલા સ્પેનમાંથી સોનુ શોધવા આવેલા એક સાહસિકે આ નદીનો ઉલ્લેખ કર્યો હતો. થોડા સમય પહેલા ફરીથી એક મહિલાએ આ નદી જોઈ હોવાનો દાવો કર્યો હતો. એ પછી રૃઝોએ મુલાકાત લઈ તપાસ કરી હતી.