રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 ઑગસ્ટ 2024 (13:45 IST)

હિંસાની આગમાં કેમ ભભૂકી રહ્યુ છે બાંગ્લાદેશ ?

Bangladesh protests
Bangladesh protests
બાંગ્લાદેશ છેલા કે મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યુ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આખા દેશમાં અનિશ્ચિતકાળ માટે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ પ્રદર્શનને દબાવવા માટે દેશમાં ઈંટરનેટ સેવા પર બેન થઈ ગયુ છે. હાઈવે અને સરકારી સંપત્તિઓને નુકશાન પહોચાડનારા વિદ્યાર્થીઓ પર પોલીસ ગોળી મારવા સાથે ટીયરગેસ પણ છોડી રહી છે. 
 
બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં અનામત ખતમ કરવા અને પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલ પ્રદર્શનકારીઓ અને સત્તારૂઢ પાર્ટીના સમર્થકો વચ્ચે હિંસા ભડકી જેમા અત્યાર સુધી 14 પોલીસ કર્મચારીઓ સહિત 300 લોકોના જીવ જતા રહ્યા છે.  હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે. 
Bangladesh protests
Bangladesh protests image source twitter
પ્રદર્શનકારીઓની પોલીસ સાથે 20 જીલ્લામાં ઝડપ 
 
વિદ્યાર્થીઓ દેશમાં અસહયોગ અભિયાન ચલાવી રહ્યા છે. રવિવારે પોલીસ દળ અને પ્રદર્શનકારીઓની ઓછામાં ઓછી 20 જીલ્લામાં ઝડપ થઈ. પ્રદર્શનકારી સતત પ્રદર્શન કરીને પ્રધાનમંત્રી શેખ હસીના પર રાજીનામુ આપવાનુ દબાણ બનાવી રાખવા માંગે છે.  
image source twitter
image source twitter
શુ છે પ્રદર્શનકારીઓની માંગ ?
 
 બાંગ્લાદેશમાં દેશવ્યાપી હિંસા સંદર્ભે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વિરોધીઓ શા માટે આ જીવલેણ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ તેમની સરકાર પાસેથી શું માંગ કરે છે. વાસ્તવમાં, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ અંગે અનામત કાયદાની જોગવાઈ છે. બાંગ્લાદેશમાં 56 ટકા સરકારી નોકરીઓ આરક્ષણ પ્રણાલી હેઠળ અનામત છે.
 
સ્વતંત્રતા સેનાનીઓના પરિવાર માટે અનામત રિઝર્વ 
આ નોકરીઓમાંથી 30 ટકા અનામત 1971ના મુક્તિ સંગ્રામના સ્વતંત્રતા સેનાનીઓના પરિવાર માટે રિઝર્વ છે. આ ઉપરાંત 10 ટકા અનામત પછાત સરકારી જીલ્લાઓ માટે અને 10 ટકા મહિલાઓ માટે અનામત રિઝર્વ છે. આ ઉપરાંત પાંચ ટકા અનામત જાતીય અલ્પસંખ્યક સમુહ માટે અને એક ટકા દિવ્યાંગ લોકો માટે અનામત છે. 
 
સંરક્ષણને લઈને શુ છે  વિવાદ  ?
આમાં પણ વિવાદ બાંગ્લાદેશની આરક્ષણ પ્રણાલી વચ્ચે 30 ટકા અનામતનો છે, જે સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને આપવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર શેખ હસીના સરકારનું સમર્થન કરનારાઓને અનામત આપવાના પક્ષમાં છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે મેરિટના આધારે સરકારી નોકરીઓ આપવામાં આવતી નથી.
 
ગયા મહિને હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થયા 
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતની ક્વોટા સિસ્ટમને લઈને ગયા મહિને હિંસક વિરોધ શરૂ થયો હતો. વિરોધ ઉગ્ર થતાં, સુપ્રીમ કોર્ટે ક્વોટા ઘટાડીને 5 ટકા કર્યો, જેમાંથી 3 ટકા લડવૈયાઓના સંબંધીઓને આપવામાં આવ્યો.