શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 18 ઑક્ટોબર 2021 (19:41 IST)

બિલ ગેટ્સની પુત્રી જેનિફરે નાયલ નાસર સાથે કર્યા લગ્ન, મહેમાનો માટે રાખી શાનદાર પાર્ટી

બિલ ગેટ્સ (Bill Gates) ની પુત્રી જેનિફર ગેટ્સ(Jennifer Gates) એ 17 ઓક્ટોબરના રોજ પોતાના લગ્ન પછી ન્યૂયોર્કવાળા ઘરમાં એક બ્રંચ રાખ્યો છે. 25 વર્ષીય જેનિફરે ન્યૂયોર્કના નોર્થ સલેમમાં એક શાનદાર પાર્ટીનુ આયોજન કર્યુ છે. તેમની બહેન ફીબીએ સમારંભની અનેક તસ્વીરો શેયર કરી હતી જે હવે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 
 
જેનિફરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તે તેના લગ્ન માટે તૈયાર થતી જોવા મળી રહી છે. તેણે આ તસવીરોને કેપ્શન આપ્યું અને લખ્યું - "લગ્ન માટે તૈયાર." પછી ફીબીએ તે જ દિવસે વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં લગ્ન પછીના ભોજન માટે ભેગા થયેલા પરિવારના ઘણા ફોટા પણ શેર કર્યા. ઉલ્લેખનીય છે કે ફીબીની 25 વર્ષીય બહેન જેનિફર ગેટ્સે 17 ઓક્ટોબરે એક સુંદર સમારંભમાં નાયલ નાસર(Nayel Nassar) સાથે લગ્ન કરી લીધા 

અબજોપતિ માઈકલ બ્લૂમબર્ગની પુત્રી જ્યોર્જિના બ્લૂમબર્ગ પણ રિસેપ્શનમાં જોવા મળી હતી. નાસર 2017થી જેનિફરને ડેટ કરી રહ્યો હતો. બંનેએ સાથે મળીને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. વર્ષ 2020માં બંનેએ પ્રવાસ દરમિયાન તેમની સગાઈની જાહેરાત કરી.

 
જેનિફર એક ખ્રિસ્તી છે જ્યારે નાસર મુસ્લિમ છે, પરંતુ ધર્મની સીમાઓ તેમના પ્રેમના માર્ગમાં આવી નથી. શનિવારે આ રિસેપ્શન પછી, બિલ ગેટ્સે તેની પુત્રી જેનિફર સાથે એલ્ટન જોનના ગીત ‘કેન યુ ફીલ ધ લવ ટુનાઈટ’ પર ડાન્સ કર્યો હતો. લગ્નમાં જેનિફરે કસ્ટમ વેરા વાંગ ગાઉન પહેર્યું હતું. જેનિફર નવ બ્રાઈડલ મેકઅપ આર્ટિસ્ટ દ્વારા એકસાથે તૈયાર કરવામાં આવી હતી.
 
બિલ ગેટ્સ અને મેલિન્ડા તેમની 25 વર્ષની પુત્રી જેનિફરને સેરેમની પોઈન્ટ પર સાથે લઈ ગયા. સ્વાગત કાર્યક્રમ સાંજે ચાર વાગ્યે શરૂ થયો. આ દરમિયાન બિલ ગેટ્સે ડાર્ક સૂટ પહેર્યો હતો અને મેલિન્ડા પર્પલ ગાઉનમાં જોવા મળી હતી. સાંજે 5 વાગ્યે, બંનેએ લગ્નની જાહેરાત કરી અને પાર્ટીમાં આવેલા મહેમાનો તરફથી અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ. રિસેપ્શન બાદ બંનેએ બગીચાના સુંદર સ્થળોએ ફોટોશૂટ કરાવ્યું હતું.