અમેરિકન યુનિવર્સિટીમાં ફાયરિંગના કારણે ગભરાટ, 2ના મોત, 5ની હાલત ગંભીર
Florida University Shooting: ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબારઃ ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને પાંચની હાલત ગંભીર છે. પોલીસે એક શકમંદની અટકાયત કરી છે
અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. યુવાન હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને તે પોલીસ અધિકારીનો પુત્ર છે.
તેણે તેની માતાની બંદૂકનો ઉપયોગ કરીને યુનિવર્સિટીમાં ગોળીબાર કર્યો હતો. પોલીસે હુમલાખોર યુવકને કસ્ટડીમાં લીધો છે.
હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે ઓછામાં ઓછા છ લોકોની સારવાર ચાલી રહી છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને કહ્યું કે કેમ્પસ પાસે એક ખતરનાક વ્યક્તિ પકડાયો છે. પરંતુ કેમ્પસ હજુ પણ સક્રિય ક્રાઈમ સીન ગણાય છે.
ગોળીબારને જોનાર વ્યક્તિએ કહ્યું કે હુમલાખોર એક સામાન્ય કોલેજનો વિદ્યાર્થી હતો જેણે ઓરેન્જ રંગની ટી-શર્ટ અને ખાકી શોર્ટ્સ પહેરેલી હતી. અચાનક તેણે પોતાની કારમાંથી બંદૂક કાઢી અને ગોળીબાર શરૂ કર્યો