મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (12:42 IST)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ. ડબલ્યૂ બુશનુ 9 4 વર્ષની વયે નિધન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ. ડબયૂ બુશનુ 94 વર્ષની આયુમાં નિધન થઈ ગયુ. તેમના પરિવારે શુક્રવારે મોડી રાત્રે આ વાતની જાહેરાત કરી. પરિવારના પ્રવક્તા મૈકગ્રેથે જણાવ્યુ કે પત્ની બરબરા બુશનુ નિધન લગભગ આઠ મહિના પછી શુક્રવારની રાત્રે  દસ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો. 
 
તેમના પુત્ર અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બ્રુશનુ નિવેદન પરિવારના પ્રવક્તાએ ટ્વીટ પર રજુ કર્યુ. તેમા કહેવામાં આવ્યુ કે જેબ, નેલ, માર્વિન, દોરો અને હુ આ વાતની જાહેરાત કરતા ઘણો દુખી છુ કે યાદગાર 94 વર્ષો પછી અમારા પિતા નથી રહ્યા. 
 
તેમા આગળ કહેવામાં આવ્યુ - જોર્જ એચ. ડબલ્યૂ બ્રુશ એક સારા ચરિત્રના વ્યક્તિ હતા જે એક પુત્ર અને પુત્રી માટે સારા પિતા હતા.