શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: હોંગઝોઉ. , બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (13:26 IST)

G-20 - 14 વર્ષ પછી ભારત પહેલી લાઈનમાં આવ્યુ, ચીની એક્સપર્ટ બોલ્યા-આ દેશ અને મોદીના વધતા રૂતબાની અસર છે

જી-20ના ગ્રુપ ફોટો સેશનમાં દુનિયામાં ભારતની તાકત જોવા મળી. બીજિંગની રેનમિન યૂનિવર્સિટીના પ્રોફેસર વાંગે દુનિયાના 36 પાઅરફુલ લીડર્સની આ ગ્રુપ ફોટોનુ એનાલિસિસ કર્યુ છે. તેમા 21 દેશોના રાષ્ટ્રાધક્ષ, 8 મહેમાન દેશના ચીફ અને 7 ઈંટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના રિપ્રેજેટેટિવ છે. તેમના મુજબ ચીને દરેક નેતાને તેના મહત્વના હિસાબથી સ્થાન આપ્યુ છે. પહેલી લાઈનમાં નરેન્દ્ર મોદીની પોઝિશનિંગ ચીનની નજરમાં તેમનો રૂતબો અને તાકત બતાવે છે. 2002 પછી પહેલીવાર ભારતને પ્રથમ હરોળ મળી છે. આ પહેલા 2015માં તુર્કીમાં થયેલ સમિટમાં મોદી બીજી લાઈનમાં હતા. જ્યારે કે 2012માં મેક્સિકોના જી-20 સમિટમાં મનમોહન સિંહ પણ બીજી લાઈનમાં હતા. પ્રથમ લાઈનમાં રાષ્ટ્રપતિ અને રાજા પછી પીએમ અને ચાંસલર... 
 
- પ્રથમ લાઈનમાં મોદી સાથે 13 નેતા  હતા. જેમા 11 રાષ્ટ્ર પ્રમુખ પણ હતા. આગળના મેજબાન જર્મનીની ચાંસલર એંગલા મર્કેલ અને અગાઉના મેજબાન દેશ તુર્કીના રાષ્ટ્રપતિ પણ આ લાઈનમાં હતા. 
 
- આ બતાવે છે કે ભારતને લઈને  ચીનનુ શુ વલણ છે અને તે ભારતને ઉભરતી આર્થિક તાકતના રૂપમાં જુએ છે. 
- ઈંટરનેશનલ મીટિંગમાં પહેલી લાઈનમાં રાષ્ટ્રપતિ અને રાજાઓને સ્થાન આપવામાં આવે છે. પછી પ્રધાનમંત્રી, ચાંસલર અને ઈંટરનેશનલ ઓર્ગેનાઈઝેશનને સ્થાન મળે છે.

- દરેક લાઈનમાં નેતાઓ વચ્ચેથી કિનારે તરફ તેમના ટેન્યોર સાચવતા સમયના હિસાબથી મુકવામાં આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે 2002માં ભારતમાં જી-20 ની મીટિંગ થઈ હતી. હોસ્ટ હોવાને કારણે  ભારત પ્રથમ લાઈનમાં સામેલ હતુ. 
 
શુ છે જી - 20 ? 
 
જી-20 નો મતલબ ગ્રુપ 20થી છે. આ દુનિયાના 20 તાકતવર દેશ અને યૂરોપીય યૂનિયન દેશોનો સમૂહ છે. આની સ્થાપના 1999માં 7 દેશ અમેરિકા, કનાડા, બ્રિટેન, જર્મની, જાપાન, ફ્રાંસ અને ઈટલીના વિદેશ મંત્રીઓએ કરી હતી.  પણ 2008માં ફાઈનેંશિયલ ક્રાઈસિસ પછી આ ફોરમની આગેવાની ગ્રુપના દેશોના ટોચના નેતાઓને આપવામાં આવી. 
 
- આ ગ્રુપનો દુનિયાની 85 ટકા ઈકોનોમી અને 75 ટકા વેપાર પર કંટ્રોલ છે. અમેરિકા, કનાડા, રૂસ, જર્મની, બ્રિટન, ફ્રાંસ, ચીન અને ભારત સહિત 20 દેશ દર વર્ષે સમિટમાં મળે છે અને દુનિયાની આર્થિક પરિસ્થિતિ સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરે છે.