શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (15:50 IST)

ભારતમા મોટો હુમલો કરી શકે છે ISIS ખુરાસાન, રાઈટ વિંગના નેતા અને મંદિરના નિશાના પર

. અફગાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠને આઈએસઆઈએસ ખુરાસાન ભારતમા મોટો ધમાકો કરી શકે છે. ગુપ્ત રિપોર્ટના હવાલાથી આ ખુલાસો થયો છે. ગુપ્ત એજંસીઓના હુમલાનુ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. માહિતી  મુજબ આતંકવાદી સંગઠન ISISKના પ્રશિક્ષિત આતંકી ભારતમાં બ્લાસ્ટ કરી શકે છે. 
 
 
રાઈટ વિગ લીડર્સ-મંદિરના નિશાન બનાવી શકે છે આતંકી 
 
ગુપ્ત રિપોર્ટ મુજબ આઈએસના નિશાના પર રાઈટ વિંગ લીડર્સ મંદિરૢ પશ્ચિમી દેશોના ઠેકાણા અને ભીડભાડવાળા સ્થાનનો સમાવેશ છે. સાથે જ તે વિદેશીઓને પણ નિશાન બનાવી શકે છે. કર્ણાટક અને કાશ્મીરમાં તાજેતરમાં જ પકડાયેલા આ ગ્રુપ સાથે જોડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં આ વાતની પુષ્ટિ છે કે તે અફગાનિસ્તાન પાકિસ્તાનમાં આઈએસ ઓપરેટરના સંપર્કમાં હતા. પૂછપરછમાં એ પણ ચોખવટ થઈ છે કે આઈએસ નેટવર્કના ધમાકાનુ ષડયંત્રમાં આ પણ સામેલ થઈ શકે છે. 
 
મળતી માહિતી મુજબ ભારતમાં હાજર આતંકવાદીઓના આઈડી બનાવવા અને નાના હથિયાર ખરીદવા માટે ફંડ પહોંચાડવાનો વિશ્વાસ પણ આતંકના આકાઓએ જ આપ્યો છે.