શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (20:35 IST)

અમેરિકી મદદગારને તાલિબાને આપી ફાંસી ! હેલિકોપ્ટર પર મૃતદેહ લટકાવીને શહેરમાં ફેરવ્યો, જુઓ Taliban ની ક્રૂરતાનો VIDEO

તાલિબાનો કબજો કર્યા પછી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હજારો લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું શાસન છે અને તેની અસર આ વીડિયોમાં જોઈ લો. કંધારથી આવેલી આ તસવીર તમારુ દિલ કંપાવી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ દોરડાની મદદથી હેલિકોપ્ટરથી લટકી રહ્યો છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન દોરડાથી લટકતા આ વ્યક્તિને સજા કરી રહ્યુ છે. વધુ વિગતો માટે વિડીયો જુઓ. એવુ કહેવાય છે કે આ વ્યક્તિ અમેરિકી સેનાનો મદદગાર હતો. 

 
તાલિબાનીઓએ કોઈ વ્યક્તિને આવી ક્રૂર સજા સંભળાવી છે. અનેક પત્રકારોએ ટ્વિટર પર વીડિયો શેયર કરતા દાવો કર્યો છે કે ક્રૂર તાલિબાને કાંધાર શહેરમાં એક વ્યક્તિને મારી નાખ્યો અને તેની બોડીને રાઉંડ પર નીકળેલા અમેરિકી સૈન્ય હેલીકોપ્ટરમાં બાંધીને આખે રસ્તે ઉડાવ્યુ. એવુ કહેવાય છે કે આ વ્યક્તિ અમેરિકી સેનાનો મદદગાર હતો. ફુટેજમાં એક વ્યક્તિ અમેરિકી સૈન્ય હેલીકોપ્ટર સાથે લટકેલો જોવા મળી રહ્યો છે. 
 
અમેરિકી સેનાના ગયા પછી હેલીકોપ્ટર કંધાર પર નજર રાખવા માટે ઉપયોગમાં લેવાય રહ્યુ છે. વીડિયો સાધારણ કેમેરાથી શૂટ કરવામાં આવ્યો છે જેને કારણે કહેવુ મુશ્કેલ છે કે તે જીવતો છે કે નહી. અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે તાલિબાનીઓએ એ વ્યક્તિને દોરડાથી બાંધીને મારી નાખ્યો. 
 
હથિયાર, હેલીકોપ્ટર અને વિમાન છોડી ગયા છે અમેરિકી સૈનિક 
 
ડેલી મેલ મુજબ અમેરિકાએ ગયા મહિને અફગાનિસ્તાનને ઓછામાં ઓછા 7 બ્લેક હૉક હેલિકોપ્ટર આપ્યા હતઆ. 20 વર્ષથી અમેરિકાએ જુદા જુદા પ્રકારના હથિયાર ત્યા જમા કર્યા હતા. બધા રક્ષા હથિયારો અફગાનિસ્તાનમાં જ છોડીને સૈનિકો પરત ફર્યા છે.