બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (20:56 IST)

Video - કાબુલ એયરપોર્ટના ગેટ પર મોટો ધમાકો, અનેક લોકોના મરવાની આશંકા

અફગાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારત, અમેરિકા સહિત અનેક દેશમોટા સ્તર પર રેસક્યુ મિશન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અફગાનિસ્તાનથી હજારો નાગરિકોને સકુશળ બચાવવામાં આવી ચુક્યા છે. આ દરમિયાન ગુરૂવારે સાંજે કાબુલ એયરપોર્ટ પર બ્લાસ્ટ થયો છે. તેમા અનેક લોકોના મરવા અને ઘાયલ થવાની આશંકા બતાવાય રહી છે. 
 
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. અમેરિકા રક્ષા મંત્રાલયના સચિવ જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો ધમાકો થયો છે. હજુ સુધી મરનારાઓની સંખ્યાની કોઈ ચોક્કસ માહિતી નથી મળી. 

 
ગેટ પર બ્લાસ્ટ થયા બાદ સમગ્ર એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. આના થોડા સમય પહેલા જ કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ઇટાલિયન સૈન્ય વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઇટાલિયન સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે રાહત વાત એ હતી કે ફાયરિંગને લીધે વિમાન અને તેના પર બેસેલા લોકોને કોઈ નુકસાન થયું નથી.