બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 જૂન 2023 (19:38 IST)

Kohinoor India: અગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની લઈ ગઈ હતી ભારતનો કોહિનૂર, બ્રિટને વર્ષો પછી પહેલીવાર સ્વીકાર્યું, શું હવે પાછો આપશે?

The Koh-i-noor Diamond: વિશ્વ વિખ્યાત કોહિનૂર હીરા (Kohinoor) ભારતનો છે, જેને અંગ્રેજ અહિથી લઈને ગયા હતા. હવે ભારત (India) આ હીરાને પરત લાવવાનું અભિયાન ચલાવશે.  બીજી બાજુ વરસો પછી અંગ્રેજોના દેશ બ્રિટને માન્યું કે તેમની ઈસ્ટ ઈન્ડીયા કપની,   (East India Company) ભારત આઝાદ થાય તે પહેલા જ તેણીએ 'કોહિનૂર' છીનવી લીધું હતું.
 
બ્રિટનના ટાવર ઓફ લંડનના પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બ્રિટિશ 'ઈસ્ટ ઈન્ડિયા કંપની' ભારત પર રાજ કરતી હતી ત્યારે મહારાજા દિલીપ સિંહને અહીં આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. 1849માં અંગ્રેજોએ દિલીપ સિંહ પાસેથી લાહોર છીનવી લીધું હતું. આ સાથે 'કોહિનૂર' હીરા પણ કબજે કરવામાં આવ્યો હતો. વર્ષો પછી, હવે જ્યારે બ્રિટનના ટાવર ઓફ લંડનના પ્રદર્શનમાં 'કોહિનૂર' પ્રદર્શિત કરવામાં આવ્યો છે, ત્યારે પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે લાહોર સંધિ હેઠળ 'કોહિનૂર'ને સોંપવા માટે દિલીપ સિંહની સામે શરત મૂકવામાં આવી હતી.
 
એક્સિબિશનમાં 'વિજય પ્રતીક' તરીકે દર્શાવવામાં આવ્યો 
ટાવર ઓફ લંડન ખાતે ક્રાઉન જ્વેલ્સ એક્ઝિબિશનમાં 'કોહિનૂર' પર એક ફિલ્મ પણ બતાવવામાં આવી છે. આ સાથે અહીં ઘણા વીડિયો અને પ્રેઝન્ટેશન દ્વારા કોહિનૂરનો ઈતિહાસ જણાવવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે શાહી પરિવારના પ્રદર્શનમાં બ્રિટને સ્વીકાર્યું કે ભારતીય રાજા દિલીપ સિંહ પાસેથી 'કોહિનૂર' છીનવી લેવામાં આવ્યો હતો. હવે ત્યાંના પ્રદર્શનમાં 'કોહિનૂર'ને 'વિજયના પ્રતીક' તરીકે બતાવવામાં આવી રહ્યો છે.