બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 5 માર્ચ 2020 (17:05 IST)

Corona Virusને કારણે સઉદી અરબે મક્કા-મદીનાની યાત્રા પર લગાવી રોક, મુસાફરોના વીઝા કર્યા રદ્દ

મુસ્લિમો માટે પવિત્ર સ્થાન મક્કા અને મદીનાની યાત્રા પર સઉદી અરબે રોક લગાવી છે. વાર્ષિક હજ યાત્રા પહેલા સઉદી અરબે આ મહત્વનો નિર્ણય લીધો છે.  અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોનાના સંક્રમણના 220 કેસ આમે આવી ચુક્યા છે. મક્કા ઉપરાંત અરબે મદીનામાં સ્થિત પૈગબંર મોહમ્મદની મસ્જિદની યાત્રા પર પણ રોક લગાવી દીધી છે. તેલના મામલે સમુદ્ર સઉદી અરબના આ નિર્ણયથી જાણ થાય છે કે તે કોરોના વાયરસના સંક્રમણને લઈને કેટલા સજાગ છે. 
 
સઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન રજુ કરી કહ્યુ કે અમે બધા દેશોની એંટ્રી વિઝાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.  મંત્રાલયે કહ્યુ, કોરોના વાયરસને રોકવા માટે સઉદી અરબ પણ દુનિયાની સાથે છે.  અમે  અમારા દેશના નાગરિકોને પણ સલાહ આપી છે કે કોરોના વાયરસથી પ્રભવિત દેશોની યાત્રા કરવાથી બચો.  અમે દુઆ કરીએ છીએ કે ખુદા પુરી માનવતથી આ વાયરસથી બચાવે.
 
મધ્યપૂર્વના દેશોમાં કોરોનાથી સૌથી વધુ ઈરાન પ્રભાવિત છે. અહી સુધી કે ઈરાનના ઉપસ્વાસ્થ્ય મંત્રી ઈરાજ હરીરકી પણ તેનાથી પ્રભાવિત છે અને તેમને સારવાર માટે અલગ રાખવામાં આવ્યા છે. ઈરાનમાં કોરોના સંક્રમણના અહબ સુધી 139 મામલા સામે આવ્યા છે. જેમાથી 19 લોકોના મોત થઈ ચુક્યા છે.   
 
ઉલ્લેખનીય છે કે સઉદી અરબમાં સ્થિત મક્કા અને મદીનામાં ઉમરા કરવા માટે દર મહિને હજારો લોકો પહોંચે છે. ઉલ્લેખનીય છેકે ચીનમાં ભલે કોરોના વાયરસના સંક્રમણના નવા મામલા આવવાની ગતિ ધીમી પડી ગઈ છે. પણ મધ્ય પૂર્વના દેશોમાં સતત નવા મામલા સામે આવી રહ્યા છે.