મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (18:29 IST)

નરેન્દ્દ્ર મોદીએ ટ્રંપને બતાવ્યો સ્વૈગ, જોઈને મજા આવી જશે..

તેમા કોઈ શક નથી કે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર કોઈપણ મોટા નેતા સામ ખુદને ક્યારેય સાધારણ રીતે રજુ નથી કરત તેઓ જુદા જ અંદાજમાં વૈશ્વિક નેતાઓને મળે છે. આવા સમયમાં તેમની અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે છે.  મોદીએ જે રીતે ટ્રમ્પને સ્વૈગ બતાવ્યો. તેને જોઈને દરેક ભારતીયને મજા આવી ગઈ 
 
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રપ મળે છે. આ વીડિયો જી 20 સંમેલનનો છે. મોદી ઉપરાંત ત્યા રૂસના રાષ્ટ્રપતિ પુતિન, ચીનના શી જિનપિંગ પણ પહોચ્યા હતા. મોદીએ આ આયોજન બધા વૈશ્વિક નેતાઓને મોદી ખૂબ જ મિત્રતા અંદાજમાં મળ્યા હતા. ક્યાયથી પ્ણ તેમની બોડી લેગ્વેજ કમજોર નહોતી લાગી રહી. 
 
આ દરમિયાન તેમનો સામનો દુનિયાના ચૌધરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે થયો. ડોનાલ્ડ મોદીને મળતા પહેલા ત્યા લોકોને છંછેડતા આગળ વધી રહ્યા હતા. જેવો તેમનો સામનો મોદી સાથે થયો તો બંનેયે એકબીજા સાથે હાથ મિલાવ્યો. સાથે જ મોદીએ તેમની પીઠ પર પણ હાથ મુક્યો. ત્યારબાદ મોદી આગળ વધ્યા અને તેમને ટ્રંપને અંગૂઠો બતાવ્યો. એકવાર ફરી બંને નેતા મળ્યા અને પછી આગળ વધી ગયા.