બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 12 ઑગસ્ટ 2023 (17:10 IST)

પાકિસ્તાનને મળ્યા નવા પીએમ, જાણો કોણ છે અનવારુલ હક કાકર

Anwarul Haq Kakar
Anwarul Haq Kakar
Pakistan New Prime Minister - પાકિસ્તાનને નવા વડાપ્રધાન મળ્યા છે.(Pakistan got new prime minister)  વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે સેનેટર અનવર-ઉલ-હક કાકરને કાર્યપાલક વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ શહેબાઝ શરીફે(shehbaz sharif) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. અનવર ઉલ હક બલુચિસ્તાન(Baluchistan)ના રહેવાસી છે. તેઓ 13 ઓગસ્ટે વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
 
ઉલ્લેખનીય છે કે  પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે રાત્રે નેશનલ એસેમ્બલી ભંગ કરવાની મંજૂરી આપી દીધી હતી. આ પછી, અલ્વીએ વડા પ્રધાન શેહબાઝ શરીફનું રાજીનામું અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા, રાજા રિયાઝને કેરટેકર વડા પ્રધાન તરીકે પસંદ કરવાનો નિર્દેશ આપ્યો. આ માટે રાષ્ટ્રપતિએ 12 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.
 
પીએમ શેહબાઝ અને રિયાઝ બંનેને લખેલા પત્રમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કલમ 224A હેઠળ તેમણે નેશનલ એસેમ્બલીના વિસર્જનના ત્રણ દિવસની અંદર વચગાળાના વડા પ્રધાન માટે નામનો પ્રસ્તાવ મૂકવો પડશે. ઇસ્લામાબાદમાં રખેવાળ વડા પ્રધાનના નામ પર સહમતિ માટે બે રાઉન્ડની બેઠક યોજાઈ હતી. જેમાં સાદિક સંજરાણી, જલીલ જીલાની સહિત અનેક ઉમેદવારો વડાપ્રધાન પદ માટે આગળ આવ્યા હતા. જો કે અનવર ઉલ હકના નામ પર બધા સહમત છે. રિયાઝે કહ્યું કે અમે નક્કી કર્યું કે વચગાળાના વડા પ્રધાન નાના પ્રાંતમાંથી હશે.