શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (09:49 IST)

Queen Elizabeth II Death: આગામી 10 દિવસ સુધી મહારાણી એલિજાબેથના દેહના નહી થાય અંતિમ સંસ્કાર, જાણો અંતિમ સંસ્કારનો પૂરો પ્લાન

Queen Elizabeth II
Queen Elizabeth II Death News: મહારાણી એલિઝાબેથ II ના અવસાન પછી હવે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની લાઈન લાગી ગઈ છે.   લોકો તેમને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે.  આ દરમિયાન ઘણા લોકો એ પણ જાણવા માંગે છે કે  રાણીના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે, જેથી લોકો તેમને અંતિમ વિદાય આપી શકે. આ સવાલનો જવાબ ગયા વર્ષે લીક થયેલા રિપોર્ટમાંથી મળે છે. આવો આજે અમે તમને પણ બતાવી રહ્યા છીએ કે આ રિપોર્ટમાં શું હતું અને કેવી રીતે કરવામાં આવશે ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કાર.
 
3 દિવસ સુધી સંસદમાં રહેશે મૃતદેહ 
 
2021 માં, એક અમેરિકન સમાચાર વેબસાઇટ પર એક અહેવાલ લીક થયો હતો. આ અહેવાલ 'ઓપરેશન લંડન બ્રિજ' સાથે સંબંધિત હતો, જે રાણીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર અંગે કરવામાં આવ્યો હતો. તે લીક થયેલા અહેવાલ મુજબ, રાણી એલિઝાબેથ દ્વિતીયનો અંતિમ સંસ્કાર કાર્યક્રમ પૂરા 10 દિવસ સુધી ચાલશે.. મહારાણીના પાર્થિવ દેહને સંસદના કોફિનમાં 3 દિવસ સુધી રાખવામાં આવશે. તેના દફન પહેલાં, તેના નવા વારસદાર, તેનો પુત્ર પ્રિન્સ ચાર્લ્સ, તેના અંતિમ સંસ્કાર પહેલા દેશભરમાં પ્રવાસ કરશે. તેમાં યુકેની અંદર આવતા તમામ દેશોનો પણ સમાવેશ થશે.
 
દફનાવવાના દિવસે રહેશે રાષ્ટ્રીય શોક 
 
આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, યોજના અનુસાર, રાણી એલિઝાબેથ II ને પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે. ગયા વર્ષે લીક થયેલા આ રિપોર્ટ મુજબ, રાણીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારના દિવસે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે.  આ દિવસે સમગ્ર દેશમાં રજા રહેશે. એટલે કે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, કંપનીઓ અને અન્ય સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સત્તાવાળાઓ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુના દિવસને 'ડી-ડે' તરીકે ગણશે. રાણીને તેના મૃત્યુના 10 દિવસ પછી દફનાવવાની યોજના છે. જો કે, અત્યાર સુધી રાણીના અંતિમ સંસ્કાર વિશે આવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, જે જૂના કાર્યક્રમમાં ફેરફાર કરે છે