1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 નવેમ્બર 2020 (11:37 IST)

બેલ્જિયમની રેસિંગ કબૂતરી અધધ 14 કરોડ રૂપિયામાં વેચાઈ

બેલ્જિયમની એક રેસિંગ કબૂતરી 1.6 મિલિયન યુરો એટલે કે 14 કરોડ 11 લાખ રૂપિયામાં વેચાઈ (આજના ભાવ પ્રમાણે) છે. આટલી ઊંચી કિંમતે એક કબૂતરીના વેચાણથી નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
 
કબૂતરી ન્યૂ કિમને 200 યુરો કિંમતે વેચાણ માટે મૂકવામાં આવી હતી. પરંતુ રવિવારે યોજાયેલી આ હરાજીમાં ચીનના એક ખરીદદારે તેના માટે રેકૉર્ડ રકમની બોલી લગાવી હતી.
 
રોયટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ન્યૂ કિમના માલિક કર્ડ વેન ડે વુવરને જ્યારે તેની આટલી ઊંચી બોલી લાગી હોવાની વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ ચોંકી ગયા હતા.
 
નોંધનીય છે કે આ પહેલાં એક કબૂતર માટે સૌથી ઊંચી બોલી લાગવાનો રેકૉર્ડ ચાર વર્ષીય નર કબૂતર અરમાન્ડોના નામે હતો. જે 1.25 મિલિયન યુરોમાં વેચાયું હતું.
 
ચૅમ્પિયન રેસ અરમાન્ડોને તેના ચાહકો ‘કબૂતરોનો લૂઇસ હેમિલ્ટન કહેતા.’ નોંધનીય છે કે આ કબૂતર નિવૃત્ત થઈ ચૂક્યું છે અને સંખ્યાબંધ બચ્ચાંઓ પિતા બની ચૂક્યું છે.
 
વર્ષ 2018માં ન્યૂ કિમ સંખ્યાબંધ સ્પર્ધાઓ જીતી ચૂકી છે. જેમાં નેશનલ મિડલ ડિસ્ટન્સ રેસોનો પણ સમાવેશ થાય છે. જો કે તે પણ નિવૃત્ત થઈ ચૂકી છે.
 
અરમાન્ડોની જેમ ન્યૂ કિમની પણ કિંમત વધવા પાછળ ચીનના બે ખરીદદારો વચ્ચે જંગ જામવાનું કારણ જવાબદાર હતું. નોંધનીય છે કે ચીનમાં પાછલાં કેટલાંક વર્ષોથી કબૂતરની રેસિંગસ્પર્ધા ઘણી લોકપ્રિય બની છે.
 
રેસિંગ કરતાં કબૂતરો દસ વર્ષની આયુ સુધી બચ્ચાં પેદા કરી શકે છે. શક્ય છે કે ન્યૂ કિમના નવા માલિક પણ બ્રિડિંગ માટે જ તેનો ઉપયોગ કરશે.
 
હરાજીગૃહ પીપાના સ્થાપક, CEO અને આ હરાજીના સંચાલક નિકોલાસ જીસેલબ્રેખ્ટે રોયટર્સને કહ્યું કે, “કબૂતરી માટે આટલી ઊંચી બોલી લાગવાની વાત માન્યામાં ન આવે એવી છે. મોટા ભાગે કબૂતરની કિંમત કબૂતરી કરતાં વધારે આંકવામાં આવે છે કારણ કે તે વધુ બચ્ચાંના પિતા બની શકે છે.”
 
તેઓ આગળ જણાવે છે કે, “બેલ્જિયમ કબૂતરપ્રેમીઓનું ગઢ છે, અહીં 20 હજાર કરતાં વધુ કબૂતર બ્રિડર્સ છે.