યુક્રેને કહ્યું- રશિયાએ કરેલા બૉમ્બમારામાં 13 નાગરિકોનાં મૃત્યુ
યુક્રેનના દક્ષિણી શહેર ઝાપોરિઝ્ઝિયાના અધિકારીઓનું કહેવું છે કે રશીયાના બૉમ્બમારામાં ઓછામાં ઓછાં 13 લોકોનાં મોત થયાં છે અને 32 લોકો ઘાયલ થયા છે.
આ વિભાગના પ્રમુખ ઇવાન ફેડોરોવે કહ્યું, "રશિયાએ બપોરે શહેર પર હુમલો કર્યો. બે ગાઇડેડ ઍરિયલ બૉમ્બ રહેણાંક વિસ્તારોમાં પડ્યા."
સામે આવેલા વીડિયોમાં એક ઇમારતમાં આગ લાગેલી છે અને કેટલીક ગાડીઓ સળગતી દેખાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાના સહયોગીઓને અપીલ કરી છે કે તેઓ રશિયા પર તેના 'આતંકવાદ' પર દબાણ ઊભું કરે.
રશિયાની સેનાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી.