બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 મે 2022 (18:07 IST)

Wedding in the Air : પાયલોટે આપી મંજુરી અને આ કપલે ઉડતા વિમાનમાં કર્યા લગ્ન

wedding in air
Wedding in the Air : લગ્ન માટે લોકો કેટલીય તૈયારીઓ કરે છે. મહિના પહેલાથી જ અનેક પ્રકારની શોપિંગ અને પ્લાનિંગ શરૂ થઈ જાય છે. પણ કહેવાય છે ને કે ખબર નહી જીવનમાં કંઈ ઘટના કેવી રીતે થવાની છે. કંઈક આવુ જ થયુ આ કપલ સાથે, જેમણે પોતાના લગ્ન હવામાં  (Couple Married in Flight ) રચાવવા પડ્યા. તેમના આ ખાસ પ્રસંગ ના સાક્ષી બન્યા એ લોકો જેને તેઓ સારી રીતે ઓળખતા પણ નહોતા. હવે આ હવા-હવાઈ લગ્ન (Wedding in the Plane)ના ફોટા આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યા છે. 
 
વર-વધુ લગ્ન માટે તૈયાર થઈને જઈ રહ્યા હતા, પરંતુ તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. આવી સ્થિતિમાં, તેમણે ઉતાવળમાં બીજી ફ્લાઈટ લેવી પડી. આ દરમિયાન કંઈક એવી વાતચીત થઈ હતી કે લગ્ન સ્થળ પર પહોંચતા પહેલા જ કપલે અનોખા લગ્ન કરી લીધા હતા. હા, આ પહેલા તેમણે પ્લેનના પાયલોટ પાસેથી પરમિશન (Couple married in the air) પણ લીધી હતી.
 
અજબ લગ્નની ગજબ કહાની
અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં રહેતા પામ પેટરસન(Pam Patterson) અને જેરેમી સાલ્ડા(Jeremy Salda) ના લગ્ન લાસ વેગાસમાં થવાના હતા. તેઓ તૈયાર થઈને ત્યાં જઈ રહ્યા હતા, પરંતુ ખબર પડી કે તેમની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, તે લગ્ન મુલતવી રાખવાનું વિચારી રહ્યા હતા.  જ્યારે તેમની મુલાકાત ક્રિસ નામના વ્યક્તિ સાથે થઈ. ક્રિસે કહ્યું કે તેઓ તેમના લગ્ન કરાવી શકે છે અને ફટાફટ સાઉથવેસ્ટ એરલાઇન્સમાં ત્રણેયને લાસ વેગાસ જવા માટે ટિકિટ બુક થઈ જાય છે. લગ્નના કપડા પહેરીને  જ્યારે પામ અને જેરેમા ફ્લાઈટમાં ચઢ્યા ત્યારે પાઈલટને સમગ્ર મામલો જણાવવો પડ્યો.
 
પાયલટની સંમતિ બાદ થયા લગ્ન 
વરરાજા પેમ પેટરસને પાયલટને કહ્યું કે તે હવે ફ્લાઇટમાં જ લગ્ન કરશે. પાયલોટ આ વિચાર સાથે સંમત થયો અને ક્રૂએ લગ્નની તૈયારીમાં મદદ કરી. થોડી જ વારમાં, દંપતીએ હવામાં ઉડતી વખતે સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી. સાઉથવેસ્ટ એરલાઈન્સે પોતે આ અનોખા લગ્નની તસવીરો શેર કરી છે, જે હવે વાયરલ થઈ છે. ફ્લાઇટમાં હાજર મુસાફરોએ પણ લગ્નના મહેમાન તરીકે સહી કરી હતી. આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી છે અને હજારો લોકોએ કપલને અભિનંદન પણ પાઠવ્યા છે.