મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 નવેમ્બર 2022 (18:53 IST)

ઇન્ડોનેશિયાના બાલીમાં પીએમ મોદીએ ભાષણમાં શું કહ્યું?

ઇન્ડોનેશિયાના બાલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યો.
 
પીએમ મોદીના ભાષણના મુખ્ય અંશો :
 
2014થી પહેલાં અને 2014 બાદ ભારતમાં બહુ મોટો ફેરફાર સ્પીડ અને સ્કૅલનો આવ્યો
ભારત જ્યારે આત્મનિર્ભર ભારતનું વિઝન સામે રાખે, ત્યારે તેમાં ‘ગ્લોબલ ગુડ’ની ભાવના પણ સામેલ છે. 
કોરોનાકાળમાં આપણે જોયું કે ભારતે દવાઓથી માંડીને રસી સુધીનાં સંસાધનો માટે આત્મનિર્ભરતા હાંસલ કરી. પુરી દુનિયાને એનો લાભ મળ્યો 
ભારતનાં ટૅલેન્ટ, ટેકનૉલૉજી, ઇનોવેશન, ઇન્ડસ્ટ્રીએ આજના વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. 
અમે જ્યારે ભારતમાં ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનો પાયો નાખ્યો છે ત્યારે ઇન્ડોનેશિયાની રામાયણ પરંપરાને પણ ગર્વથી યાદ કરીએ છીએ. 
ઇન્ડોનેશિયા, બાલી આવ્યા બાદ દરેક હિંદુસ્તાનીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. હું પણ એ તરંગો અનુભવું છું. 
બાલીથી દોઢ હજાર કિલોમીટર દૂર ભારતના કટક શહેરમાં મહાનદીના કિનારે ‘બાલીજાત્રા’નો મહોત્સવ ઊજવવામાં આવે છે. આ મહોત્સવ ભારત અને ઇન્ડોનેશા વચ્ચે હજારો 
 
વર્ષોના વેપારનો ઉત્સવ છે. 
એવું ઘણું બધું છે જે ભારત અને ઇન્ડોનેશિયાએ અત્યાર સુધી સાચવી રાખ્યું છે. બાલીની આ ભૂમિ મહર્ષિ માર્કન્ડેય અને મહર્ષિ અગસ્ત્યના તપથી પવિત્ર થયેલી છે.