1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (08:14 IST)

કેવી દીવાનગી! ફૂટબોલ મેચ જોવા ઉમટેલી ભીડ, નાસભાગમાં કચડાઈને 6 લોકોના મોત

What madness! Crowds gather to watch football match
આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ ચર્ચામાં આવી હતી જ્યારે ત્યાં એક મેચ દરમિયાન કેટલાક ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જો કોઈ રીતે મામલો શાંત પડ્યો હતો, તો ત્યાંથી વધુ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. આ ટુર્નામેન્ટની એક મેચ દરમિયાન નાસભાગ મચી ગઈ અને આ નાસભાગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ બધું ત્યારે થયું જ્યારે મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા પહોંચ્યા અને અચાનક નાસભાગ મચી ગઈ.
 
હકીકતમાં આ ઘટના કેમરૂનની રાજધાનીમાં બનેલા ઓલંબે સ્ટેડિયમની છે. અહીં અફ્રીકા કપ ઑફ નેશંસ ફુટબૉલ ટૂર્નામેંટ દરમિયાન 24 જાન્યુઆરીને અંતિમ રાઉંડનો એક મુકાબલો કેમરૂન અને કોમોરોસના વચ્ચે હતુ. આ મુકાબલાને જોવાઅ માટે સ્ટેડિયમ માં એંટ્રી કરતા ફેંસના વચ્ચે વિવાદ થયુ. આ વિવાદ આટલુ વધ્યુ કે પહેલા તો ધક્કામુક્કા થયા ત્યારબાદ જોરદાર નાસભાગ મચી ગઈ. 
 
આશ્ચર્યની વાત એ છે કે સ્ટેડિયમની અંદર મેચ ચાલી રહી હતી અને બહાર એન્ટ્રી ગેટની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. કેમરૂનના સેન્ટ્રલ રિજનના ગવર્નર નાસેરી પોલ બિયાના જણાવ્યા અનુસાર, કેટલાક વધુ લોકો ઘાયલ થઈ શકે છે. મેચ અધિકારીઓ એવું કહેવાય છે કે લગભગ 50 હજાર દર્શકોએ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.