Last Modified: કાબુલ , બુધવાર, 7 એપ્રિલ 2010 (09:57 IST)
અફગાનિસ્તાનમા 31 આતંકવાદી માર્યા ગયા
અફગાનિસ્તાનના પશ્ચિમી શહેરના બાદગિસમાં સૈન્ય કાર્યવાહીમાં 27 આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે કે દક્ષિણી ક્ષેત્રના નાટોના હવાઈ હુમલામાં ચાર આતંકવાદીઓની સાથે સાથે ચાર નાગરિકો પણ માર્યા ગયા છે.
ક્ષેત્રી અફગાય કોરના કમાંડર જનરલ જલાનદાર શાહ બેહનામે અહી જણાવ્યુ કે નાટો અને અફગાન સૈન્ય બળોએ આજે સવારે સવારે સૈન્ય અભિયાન શરૂ કર્યુ. 27 તાલિબાન આતંકવાદીઓના શબ મળતાની સાથે જ એક અફગાન સૈનિક પણ માર્યો ગયો અને એક અમેરિકી સૈનિક ઘાયલ પણ થઈ ગયો.
નાટોની સેના મુજબ દક્ષિણી હેલમદ શહેરમાં રહેવાસી વિસ્તારમાં નાટોના હવાઈ હુમલામાં ચાર આતંકવાદી અને ચાર નાગરિક માર્યા ગયા. આ નાગરિકોમાં બે મહિલાઓ, એક વૃધ્ધ અને એક બાળકનો સમાવેશ થાય છે.