શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ, 9ના મોત

પૂર્વી અફઘાનિસ્તાનના ખોશ્ત પ્રાંતમાં ગુરૂવારે એક આત્મઘાતી કાર બોમ્બ દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાખોરે એક સરકારી કાર્યાલયના દરવાજા સામે બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં 9 લોકોના મોત થયા હતાં, જ્યારે 2 અમેરિકન સૈનિક સહિત 16 લોકો ઘાયલ થયા હતાં.

ખોશ્ત જિલ્લા પ્રશાસનના પ્રમુખ અબ્દુલ કયુમે જણાવ્યુ કે માર્યા ગયેલા લોકોમાં પાંચ પોલિસ જવાનો તથા ચાર નાગરિકનો સમાવેશ થાય છે.

અમેરિકન સેનાના એક પ્રવક્તાએ જણાવ્યુ કે ઘાયલ થયેલા બંને સૈનિકો અફઘાનિસ્તાનમાં આવેલ ઉત્તર એટલાંટિક સંધિ સંગઠન 'નાટો'ના સદસ્ય હતાં. ખોશ્ત પ્રદેશ પાકિસ્તાનના વજીરિસ્તાન પ્રદેશથી જોડાયેલ વિસ્તાર છે. વજીરિસ્તાન તાલિબાન અને અલકાયદાના આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે.