શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

અમેરિકાએ સ્વાસ્થ્ય કાર્યક્રમની રકમ ત્રણ ગણી કરી

વોશિંગ્ટન. અમેરીકાના સેનેટે આફ્રીકા તેમજ અન્ય ઘણાં દેશોમાં એઇડસ, મેલેરિયા તેમજ ક્ષયરોગથી પીડાતા લોકોની સારવાર માટે અને તેમની રક્ષા માટે પોતાના પ્રતિષ્ઠિત સહાયક કાર્યક્રમની નીચે આ રકમ વધારીને ત્રણ ગણી કરી છે.

આગામી પાંચ વર્ષમાં આ મહત્વકાંક્ષી વિદેશી સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમની નીચે સરકારને 48 અરબથી પણ વધારે અમેરીકી ડોલર ખર્ચ કરવાની મંજુરી મળી ગઈ છે.

પોતાના એક વ્યાખ્યાનની અંદર બુશે જણાવ્યું કે 2003ની અંદર આ કાર્યક્રમને શરૂ કરાયો હતો. ત્યાર બાદથી ઉપસહારા ક્ષેત્રોમાંથી 50 હજાર કરતાં પણ વધારે લોકો એચઆઈવી એઈડ્સ માટે એંટી રેટ્રો વાયરલ ઈલાજ મેળવી રહ્યાં હતાં અને આજે આ કાર્યક્રમ વિશ્વના 17 લાખ કરતાં પણ વધારે લોકોનું જીવન બચાવવા માટે એટ્રી રેટ્રોવાયરલ ઉપલબ્ધ કરાવી રહ્યો છે.