શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2016 (23:54 IST)

અમેરિકાના ફ્લોરિડા ક્લબમા અંધાધૂંધ ગોળીબાર : 50 લોકોના મોત

ફ્લોરિડામાં લોકોથી ભરચક પલ્‍સ નામના ગે નાઇટ ક્‍લબમાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતા આમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને અન્‍ય પ૩ લોકો ધાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. અંધાધૂંધ ગોળીબાર કરનાર શખ્‍સ કેટલાક લોકોને મોતને ધાટ ઉતારી દીધા બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હથિયારો ઠાર થયો હતો. અમેરિકી સત્તાવાળાઓએ આ ધટનાને સ્‍થાનિક ત્રાસવાદની ધટના તરીકે ગણાવીને ઉંડી તપાસ હાથ ધરી છે. પોલીસે આ બંદૂકધારીની ઓળખ અફધાન નાગરિક ઓમર માટીન તરીકે કરી છે. બીજી બાજુ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ આ મામલામાં ઉંડી તપાસ હાથ ધરવા સત્તાવાળાઓને સૂચના આપી છે. આ હુમલો તે વખતે કરવામાં આવ્‍યો હતો જ્‍યારે મોટી સંખ્‍યામાં લોકો એકત્રિત હતા. ઓરલાન્‍ડો પોલીસના વડા જ્‍હોન મીણાએ મોડેથી પત્રકાર પરિષદ યોજીને આ બનાવ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઓછામાં ઓછા 30 લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે. 40થી વધુ ગોળીઓનો અવાજ સંભળાયો હતો. અંધાધૂંધીમાં ધણા લોકો ધાયલ થયા હતા. એક પ્રત્‍યક્ષદર્શીના કહેવા પ્રમાણે, સ્‍થાનિક સમય પ્રમાણે સવારે બે વાદ્યા આસપાસ ફાયરીંગ થયું હતું. એક શખ્‍સે ગે નાઈટ ક્‍લબમાં ફાયરીંગ શરૂ કર્યું હતું. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક વિગત પ્રમાણે હુમલામાં 50 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્‍યું હતું. પોલીસે હાજર લોકોને ધટના સ્‍થળેથી દુર ખસેડયા હતા અને વિસ્‍તારને બોમ્‍બ જેકેટને ડિસ્‍પોઝ કરવામાં આવ્‍યું હતું. સોશિયલ નેટવર્કિંગ સાઈટસ  પર શેર થઈ રહેલા વીડિયોમાં અનેક એમ્‍બ્‍યુલન્‍સ તથા પોલીસ વ્‍હીકલ્‍સ ક્‍લબ તરફ જતા જોવા મળ્‍યા હતા. ફાયરિંગમાં પ૩થી વધુ લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે હુમલાખોર બે ગન અને અન્‍ય ડિવાઈસ સાથે ક્‍લબમાં પ્રવેશ્‍યો હતો. એફબીઆઈએ જણાવ્‍યું હતું કે આ ધટનાને સંભવિત ત્રાસવાદી કળત્‍ય ગણીને તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોર સિવાય કોઈની સંડોવણી છે કે કેમ તે હજુ જાણ શકાયું નથી. હુમલા સાથે ઈસ્‍લામિક સ્‍ટેટનું કોઈ કનેક્‍શન છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. ઓર્લાન્‍ડોના પોલીસ ચીફ જોન મીનાના કહેવા મુજબ, હુમલાખોર એક એસોલ્‍ડ રાઈફલ, એક હેન્‍ડગન અને કોઈ ડિવાઈસથી સજજ હતો. પલ્‍સ ગેનાઇટ ક્‍લબમાં ગોળીબાર એ સમયે કરવામાં આવ્‍યો છે જ્‍યારે એક દિવસ પહેલા જ લોકપ્રિય ગાયિકા ક્રિસ્‍ટીના ગ્રીમીની હત્‍યા કરવામાં આવી હતી. આ ક્‍લબ એ જગ્‍યાએથી બિલકુલ નજીક છે જ્‍યાં ગ્રીમીની હત્‍યા કરાઈ હતી. ઓર્લાન્‍ડોમાં ગ્રીમીને વણઓળખાયેલા શખ્‍સે ઠાર મારી હતી. આશાસ્‍પદ પોપસ્‍ટાર ક્રિસ્‍ટીના ગ્રીમી શો પૂર્ણ કર્યા બાદ ચાહકોને ઓટોગ્રાફ આપી રહી હતી ત્‍યારે તેના ઉપર ગોળીબાર કરાયો હતો.

      ગોળીબાર કરનાર શખ્‍સ કેવિન જેમ્‍સે મોડેથી પોતાને પણ ગોળી મારી દીધી હતી. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ભરચક ગે નાઇટ ક્‍લબમાં ગોળીબાર કરનાર શખ્‍સ પાસે એસોલ્‍ટ પ્રકારની રાયફલ અને હેન્‍ડગન હોવાનું જાણવા મળ્‍યું છે. ગોળીબાર કરવા પાછળનો હેતુ જાણી શકાયો નથી.