1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મોન્ટકોલ , મંગળવાર, 6 એપ્રિલ 2010 (12:47 IST)

અમેરિકામાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 12 મર્યા

અમેરિકાની એક કોલસાની ખાણમાં ધડાકો થતા 12 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 21 લોકો ગુમ થયાના અહેવાલ છે. સ્ટેટ માઈનિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતા 12 લોકોના મોત નિપજ્યા છે. રોન વૂટને જણાવ્યું હતું કે દક્ષિણ ચાર્લસ્ટનથી 48 કિમી દૂર આવેલા રાલે કાઉન્ટીમાં આવેલી મસ્સે એનર્જી કંપનીની અપર બિગ બ્રાન્ચમાં આ બ્લાસ્ટ થયો હતો.

કંપનીએ નુકસાન વિશે કે પછી અન્ય ખાણીયાઓને બચાવી લેવાયા છે કે નહીં તે અંગેની કોઈ માહિતી આપી નથી. બૂને કાઉન્ટીના એમ્બ્યુલન્સ ડિસ્પેચરે પણ જણાવ્યું હતું કે કે તેમની પાસે પણ આટલા જ લોકો માર્યા ગયા હોવાની અને ગુમ થયા હોવાની માહિતી છે.

આ ખાણ મસ્સેની સબસિડરી પર્ફોમન્સ કોલ કંપની દ્વારા ચલાવવામાં આવતી હતી. વિશાળ ખાણમાંથી 2009માં 1.2 મિલિયન ટન કોલસો ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. આ ખાણમાં 200 જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાંના મોટા ભાગના લોકો અન્ડરગ્રાઉન્ડ કામ કરે છે.