શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: વોશિંગ્ટન. , સોમવાર, 3 નવેમ્બર 2008 (19:58 IST)

અમેરિકામાં મંગળવારે રાત્રે મતદાન

અમેરિકામાં મંગવારે સત્તાવાર રીતે મતદાન યોજાનાર છે, પરંતું લાખો અમેરિકન લોકો પહેલાથી જ મતદાન કરી ચૂક્યા છે. જેની ઔપચારીકતા આવતીકાલે પૂર્ણ થશે.

જેમાં ન્યૂ હેમ્પશાયરથી લઈને અલાસ્કા વચ્ચે મતદાન પ્રક્રિયામાં આશરે 24 કલાક સુધી લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

અમેરિકામાં 50થી વધુ વિસ્તારો પૈકીના અડધા વિસ્તારોમાં 2004ની સરખામણીમાં અગઉ મતદાન અથવા તો પોસ્ટ મારફતે મતદાનની સંખ્યામાં ભારે વધારો થયો છે.

શનિવારના દિવસે આશરે બે કરોડ લોકોએ આ પ્રક્રિયા દ્વારા મતદાન કર્યું હતું. અન્ય મતદારો માટે ચૂંટણી દિવસ એટલે કે મતદાનની પ્રક્રિયા ભારતીય ભારતીય સમય મુજબ મંગળવારે રાત્રે 10.30 કલાકે શરૂ થશે.

અમેરિકામાં ચાર ટાઈમ ઝોન આવેલા છે, જેમાં અલાસ્કામાં ભારતીય સમય મુજબ રાતના 9.30 વાગે મતદાન શરૂ થશે. જ્યારે હવાઈમાં મતદાન 10 વાગે શરૂ થશે. મતદાન પૂર્ણ થયા બાદ સર્વે ટીવી ચેનલો ઉપર જારી કરવામાં આવશે.