1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , રવિવાર, 4 એપ્રિલ 2010 (16:50 IST)

ઈરાન પર પ્રતિબંધ ઈચ્છે છે ઓબામા

ઈરાન દ્વારા પોતાની પરમાણુ ગતિવિધીઓને લઈને જારી વિવાદોના સમાધાનથી ઈનકાર કરવામાં આવવાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઈચ્છે છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મહીનાઓની રાહ ન જોતા સપ્તાહોની અંદર જ ઈરાન પર પ્રતિબંધ લગાવી દે.

સમાચાર એજેંસી ડીપીએ અનુસાર ઓબામાએ ફ્રેંચ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી સાથે એક પત્રકાર પરિષદમાં ગત મંગળવારે કહ્યું હતું. "હું પ્રતિબંધોને લગાડવામાં આવવા માટે મહીનોઓ સુધી રાહ કરવાના પક્ષમાં નથી. હું ઈચ્છું છું કે, પ્રતિબંધની વ્યવસ્થા સપ્તાહોની અંદર જ લાગૂ કરી દેવામાં આવે.

ઓબામાએ રાષ્ટ્રપતિ બન્યાં બાદ સરકોજી કેઇટ હાઉસના પ્રથમ રાઉન્ડ દરમિયાન ઈરાનનો મુદ્દો એજેંડામાં સર્વોપરી હતો.

સરકોજીએ એક દુભાષીયા મારફત કહ્યું, "અમે એ સુનિશ્ચિત કરવા માટે તમામ આવશ્યક કદમ ઉઠાવીશું કે, પૂરા યૂરોપ પ્રતિબંધોના પક્ષમાં ઉભું થાય." ઓબામાએ ઈરાન પર પોતાની આ પહેલને ફગોવી નાખવાનો આરોપ લગાવ્યો. જેમાં તેમણે વિવાદને રાજનાયિક રૂપે સમાધાન કરવાની વાત કહી હતી.