શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ઈરાન સાથે વાર્તાલાપ કરવા માંગે છે અમેરિકા

ઓબામા પ્રશાસને કહ્યુ છે કે તે ઈરાન સાથે જલ્દી વાર્તાલાપ કરવા માંગે છે, પરંતુ વાર્તાનુ કેન્દ્ર બિંદુ ઈરાનનો પરમાણુ મુદ્દો જ રહેશે.

અમેરિકાનુ આ કથન તેહરાનના એ વક્તવ્યનુ વિરોધાભાસી છે, જેમા તેહરાને કહ્યુ હતુ કે તેઓ પોતાના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય પર કોઈ વાતચીત નહી કરે.

સાર્વજનિક બાબતોના સહાયક વિદેશ મંત્રી પીજે ક્રાઉલે પત્રકારોને કહ્યુ 'અમે જલ્દી બેઠક કરવા માંગીએ છીએ અને જોવા માંગીએ છીએ કે ઈરાન વાત કરવા માટે કેટલુ ઈચ્છુક છે'. તેહરાને એક અઠવાડિયા પહેલા કહ્યુ હતુ કે તે વૈશ્ચિક શક્તિઓ સાથે વાત કરવા તૈયાર છે.

બંને દેશ વચ્ચે વાર્તાલાપ આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક બેઠકના પહેલા પણ થઈ શકે છે.