શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

એશિયાના મંડેલા કિમ દાયનું નિધન

P.R
દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને શાંતિ માટે નોબલ પુરસ્કાર વિજેતા કિમ દાય જુંગનું આજે અહીંની એક હોસ્પિટલમાં નિધન થયું હતું.

સોલમાં સેવેરેન્સ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર જુંગનું નિધન ન્યૂમોનિયાથી થયું છે.

જોકે સ્થાનિક મીડિયાના અનુસાર જુંગનું નિધન હ્રદય કામ કરતું અટકી જતાં થયું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, એશિયાના નેલ્સન મંડેલાના નામથી જાણીતા એવા જુંગે દક્ષિણ દોરિયામાં લોકતંત્રની સ્થાપના માટે ઘણો સંઘર્ષ કર્યો હતો..