કરજઈ પાસે સ્પષ્ટીકરણ માંગશે અમેરિકા
અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈની સાથે સંબંધોમાં વધતા તણાવ દરમિયાન અમેરિકાએ આજે કહ્યુ કે તે કરજઈ પાસે તેમની ટિપ્પણી પર સ્પષ્ટીકરણ માંગશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ રોબર્ટ ગિબ્સે કહ્યુ કે કરજઈનુ નિવેદન ચિંતાજનક છે અને અમેરિકા આ સંબંધ પર તેમની પાસે સફાઈ માંગશે. તેમણે કહ્યુ , ' અમે કરજઈને ગઈકાલે આપેલ નિવેદનથી ચિતિત છે. અમે અલકાયદાને હરાવવા માટે ત્યાં ઘણુ રોકાણ કરી રહ્યા છે. આનાથી અમારો કોઈ ફાયદો નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે કરજઈએ કહ્યુ હતુ કે વિશ્વ સમૂહ અફગાન ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યુ છે.