1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાબુલ , મંગળવાર, 6 એપ્રિલ 2010 (18:01 IST)

કરજઈની તાલિબાનમાં જોડાવાની ધમકી

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ ધમકી આપી છે કે, જો સુધારાઓને લઈને સતત 'બાહરી દબાણ' પડતું રહ્યું તો તે તાલિબાનમાં શામેલ થઈ જશે.

વેબસાઇટ 'ચાઇના ડેલી' અનુસાર કરજઈએ પસંદગીના સાંસદો સાથે યોજાયેલી બેઠક દરમિયાન આ ધમકી આપી. તેના એક દિવસ પહેલા આ પ્રકારના સમાચાર આવ્યાં હતાં કે, વર્ષ 2009 માં સામાન્ય ચૂંટણીમાં થયેલી ધાંધલીની પાછળ વિદેશી તાકાતોનો હાથ હતો જેનાથી એક કુટનીતિ ચર્ચા છેડાઈ ગઈ હતી.

પૂર્વી પ્રાંત નાંગરહારનું પ્રતિનિધિત્વ કરનારા ફારુક મારેનઈએ કહ્યું, "કરજઈએ કહ્યું છે કે, જો વિદેશી દબાણ વધે છે તો હું તાલિબાનમાં શામેલ થઈ શકું છું." મારેનઈના અનુસાર કરજઈ એ વાતને લઈને ઘણા નિરાશા દેખાયા કે, એ કાનૂની સુધારોની સંસદમાં અસ્વીકાર કરી દેવામાં આવ્યાં, જેનાથી રાષ્ટ્રપતિના અધિકારોને વધુ મજબૂત બનાવી શકાય છે.