શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

કોલંબો પાસે બોમ્બ વિસ્ફોટમાં 21ના મૃત્યુ

શ્રીલંકાની રાજધાનીની નજીક શુક્રવારે ગીચોગીચ ભરેલી એક બસમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 21 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારેકે અન્ય 47 ઘાયલ થયા, મરનારાઓમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે.

સૈન્ય પ્રવક્તાએ જણાવ્યુ કે આ વિસ્ફોટ સવારે 7 વાગીને 35 મિનિટે મોર્તુવામાં થયો. ઘટના સ્થળ રાજધાની કોલંબોથી 12 કિલોમીટર દૂર છે. પ્રવક્તાએ આ માટે લિટ્ટોને જવાબદાર ઠેરવ્યા છે.

તેમના મુજબ આ બોમ્બને શૈલબિવરામ્યા બોધ્ધ મંદિર અને મોરતુવા વિશ્વવિદ્યાલય વચ્ચેના રોડ પર લગાવવામાં આવ્યો હતો. બોમ્બના ચપેટમાં આવી ગયેલી બસ કોટ્ટાવાથી માઉંટ લવિનિયા જઈ રહી હતી. આ વિસ્તાર કોલંબોથી પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે.

ઘાયલોને નજીકની ટિચિંગ હોસ્પિટલમાં અને બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રૂપે ઘાયલ કેટલાક લોકોને કોલંબોના નેશનલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.