શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :બગદાદ. , સોમવાર, 16 જૂન 2014 (12:53 IST)

ખાડી યુદ્ધ પછી ઈરાક માટે સૌથી મુશ્કેલ સમય, IAIS એ રજૂ કર્યા સૈનિકોની હત્યાના ફોટા

ખાડી યુદ્ધ પછી ઈરાક પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આતંકવાદીઓએ છેલ્લા આઠ દિવસમાં મોસુલ, તિકરિત, કિરકુક, ઘૂલૂઈયા અને બૈજી પર કબજો કર્યો. સમારા, જલાતાવા અને મુકદાદિજાહ શહેરો પર હુમલા કર્યા. જો કે સેનાએ કેટલાક સ્થાનો પર આતંકવાદીઓને ખદેડવાનો દાવો કર્યો છે. એક પછી એક શહેર પર આતંકવાદી કબજો કરતા જઈ રહ્યા છે. દેશ ટુકડાઓમાં વહેંચાઈ રહ્યુ છે. સરકારની પકડ ઢીલી પડી ચુકી છે.   ઈરાકી સરકાર દુનિયાની મદદ માંગી રહી છે. અમેરિકાએ હાલ પોતાનુ વિમાન વાહી પોત અરબની ખાડીમાં મોકલી આપ્યુ છે.  આતંકી ધીરે ધીરે બગદાદ તરફ પહોંચી રહ્યા છે. ટૂંક સમયમાં કોઈ પગલાં ન લેવાયા તો ઈરાક પર આતંક રાજ સંપૂર્ણ રીતે કાયમ થઈ જશે.  

વધુ આગળ 
 

અમેરિકાને ઈરાનની ચેતાવણી 
 
બીજી બાજુ ઈરાકને સૈન્ય મદદ આપવાના મુદ્દે ઈરાને અમેરિકાને ચેતાવણી આપી છે. તેમનુ કહેવુ છે કે વિદેશી સૈન્ય હસ્તક્ષેપ કરવાથી મામલો વધુ બગડી શકે છે. જો કે ઈરાની રાષ્ટ્રપતિએ હસન રુહાનીએ એવુ પણ કહ્યુ કે મદદ અને આતંકવાદીઓના સફાયા માટે તેઓ મદદ કરી શકે છે.   


વધુ આગળ 
 
 

ભારતીયો માટે હેલ્પલાઈન શરૂ
 
કેન્દ્ર સરકારે નાગરિકોને ઈરાક યાત્ર પર ન જવા માટે કહ્યુ છે. ઈરાકમાં રહેતા ભારતીય અને તેમના સંબંધીઓની સૂચના મેળવવા કે મદદ માટે મોબાઈલ નંબર +9647704444899, +9647704444899  અને ટેલીફોન નંબર +964 770 484 3247  પર સંપર્ક કરી શકે છે.