શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ગિલાનીને મારવા ઈચ્છતું હતું તાલિબાન

પાકિસ્તાનમાં સ્થિત તાલિબાનીઓએ વડાપ્રધાન યુસુફ રજા ગિલાનીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. તાલિબાને પોતાની વિરુદ્ધ કરવામા આવેલા હુમલાનો બદલો લેવા માટે વડાપ્રધાન યુસુફ રજા ગિલાની અને અનેક પ્રમુખ હસ્તિઓની હત્યા કરવા માટે 50 આત્મઘાતી હુમલાવરોને મોકલ્યાં હતાં.

ટીવી ચેનલોએ એક ખાનગી રિપોર્ટના હવાલે જણાવ્યું છે કે, પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાને પાકિસ્તાનથી પોતાના લડાકૂના મૃત્યુનો બદલો લેવા માટે આ કાવતરું ઘડ્યું હતું.

રિપોર્ટ અનુસાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નિશાના પર અન્ય લોકો સિવાય પંજાબ સૂબાના પ્રમુખ શાહબાજ શરીફ અને કાનૂન નિયમન એજન્સીઓના અધિકારી અને તેના સંબંધીઓ પણ છે. તાલિબાને પંજાબ અને પશ્ચિમોત્તર પ્રાંતમાં 50 આત્મઘાતી હુમલાવરોને મોકલ્યાં હતાં.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી એજન્સીઓએ કાનૂન નિયામક અધિકારીઓને પત્ર લખીને સૂચના આપી હતી કે, તાલીબાને પોતાના હુમલાવરોને 30 દિવસની અંદર પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.