શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 16 જાન્યુઆરી 2010 (15:41 IST)

ગુગલ મુદ્દે અમેરિકા ચીનને ઔપચારિક નોટિસ ફટકારશે

ગુગલે ચીનને છોડી દેવાની ધમકી ઉચ્ચાર્યા બાદ ઓબામા વહીવટી તંત્રએ પણ ગુગલનો સાથ આપતા ચીન સરકારને નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો છે.

આ અંગે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી રોબર્ટ ગિબ્સે જણાવ્યું હતું કે અમારે ચીનને સાંભળવાની જરૂર છે. હું માનું છું કે ગુગલે અમને તેમના હવે પછીના પગલાઓ વિશે માહિતી આપવી જોઈએ.

આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પબ્લિક અફેર્સના પી.જે.ક્રોઉલીએ જણાવ્યું હતું કે અમે ચીન સરકારને આવનારા દિવસોમાં આ મુદ્દે એક ઔપચારિક નોટિસ ફટકારીશું, સંભવત: આવતા અઠવાડિયામાં જ.

તેમણે વધારેમાં જણાવ્યું હતું કે આ વડે અમે આ ઘટનામાં રસ દાખવી રહ્યા છીએ તે વ્યક્ત થશે અને ચીન પાસેથી પણ આ કેવી રીતે બન્યું અને હવે પછી તેઓ આ અંગે શું આયોજન કરી રહ્યા છીએ તેની માહિતી આપવાની વિનંતી કરીશું.