શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ચીનમાં ભૂકંપ, 107ના મોત, 900 દટાયાં

ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5ની હતી

પેઈચિંગ. ચીનના સિચુઆન પ્રાંતમાં આજે સવારે આવેલા જબરદસ્ત ભૂકંપમાં એક સ્કુલની ઈમારત ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે 900 બાળકો (વિદ્યાર્થીઓ) દટાઈ ગયા હતા. અને આ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા જોરદાર ભૂકંપના કારણે 107 લોકોના મોત નીપજ્યાં છે ભૂકંપની અસર ચીનની રાજધાની બૈજિંગ અને શાંધાઈ સહિત થાઈલેન્ડમાં પણ અનુભવાઈ હતી. પ્રાંતિય રાજધાની ચંગદૂથી લગભગ 100 કિલોમિટર દુર આવેલા ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5ની હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ, કાટમાળ નીચે દટાયેલા 900 બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભૂકંપના કારણે આસપાસના અન્ય ક્ષેત્રોના રસ્તા ક્ષતિગ્રસ્ત થઈ જતાં રાહત અને બચાવ કામગીરી કરવા માટે મુશ્કેલીઓ નડી રહી છે.

ચીનની સરકારી એજન્સી શિંહુઆના જણાવ્યા પ્રમાણે ચીનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા જોરદાર ભૂકંપના કારણે 107 લોકોના મોત નીપજ્યાં છે અને પડી ભાંગેલા મકાનોમાં આશરે 900 વિદ્યાર્થીઓ દબાઈ ગયા છે.

ચીનના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર સિચુઆનમાં આજે ભૂકંપના જોરદાર આંચકાઓ અનુભવાયા હતા. જેના કારણે બે સ્કૂલના મકાનોને નુકશાન થયું હતું, જેથી તેમા રહેલા ચાર બાળકોના મોત થયા હતાં જ્યારે 100થી વધારે ઘાયલ થયા હતા.

એજન્સીના જણાવ્યા પ્રમાણે ચોગગિંગ કસબામાં ભૂકંપના પરિણામે બે સ્કૂલના મકાનો પડી ભાંગ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે.

અમેરિકાના મૌસમ વિભાગના જણાવ્યા પ્રમાણે ચીનમાં આવેલા ભૂકંપ બાદ ભારતીય સમય પ્રમાણે 12 વાગીને 13 મિનિટે 6ની તિવ્રતાનો અને ત્યાર બાદ 5.4ની તિવ્રતાનો લાંબો આચકો આવ્યો હતો.