શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન. , સોમવાર, 30 ઑગસ્ટ 2010 (10:46 IST)

જેક્શનની કબર ખોદવાની તૈયારી

N.D
પોપ સમ્રાટ માઈકલ જેક્સનને ગુજરીને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હવે તેમની લાશને કબરમાંથી ખોડી કાઢવાની પરિસ્થિતિ આવે તેવુ લાગી રહ્યુ છે.

કારણ એ છે કે જેક્શનના મૃત્યુ માટે જવાબદાર ઠેરવાય રહેલા ડો. કોનોર્ડ મર્ર અને તેમના વકીલ દિવંગત પોપ સ્ટારના પોસ્ટમોર્ટમને પડકાર આપવાની યોજના બનાવી રહ્યા છે. યોજના પર અમલ થયો તો જેક્શનની કબર ખોદવી પડે તે નક્કી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે કોનોર્ડે જેક્શનને જરૂર કરતા વધુ માત્રામાં દવા આપી, જેનાથી તેનુ મૃત્યુ થયુ. કોનોર્ડ વિરુદ્ધ કેસની સુનાવણી આવતા વર્ષે થશે. તેમને પૈરવી કરી રહેલ વકીલ આ પહેલા જેક્શનની કબર ખોદાવવા માંગશે.