1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , મંગળવાર, 6 એપ્રિલ 2010 (12:48 IST)

ટોની બ્લેરના ટોસ્ટે આફત નોતરી !

બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર તેમના ઘરમાં પોતાના માટે નાસ્તો તૈયાર કરી રહ્યા હતા ત્યારે અજાણતા ટોસ્ટ દાઝી જતાં ફાયર એલાર્મ શરૂ થઈ જતાં થોડો સમય દોડધામ મચી ગઈ હતી.

બ્લેરના પ્રવકતાએ જણાવ્યું હતું કે શનિવારે બ્લેર વોટ્ટન અંડરવૂડ ખાતે સાઉથ પેવેલિયનમાં તેમના પત્ની સાથે નાસ્તો તૈયાર કરતા હતા.