Last Modified: કેપટાઉન , રવિવાર, 4 એપ્રિલ 2010 (16:28 IST)
દક્ષિણ આફ્રીકી નેતા યૂજીન ટેરીબ્લાંશેની હત્યા
દક્ષિણ આફ્રીકામાં શ્વેતો માટે અલગથી દેશ બનાવવાની પુરજોર માંગ કરનારા યૂજીન ટેરીબ્લાંશેની તેમના ખેતરમાં હત્યા કરી નાખવામાં આવી છે.
‘એસએપીએ’ સમાચાર એજેંસીએ રવિવારે જણાવ્યું કે, 69 વર્ષીય અફ્રીકંસ રેસિસ્ટેંસ મૂવમેંટના નેતા પર બે કારીગરો સાથે કથિત વિવાદ બાદ પશ્ચિમોત્તર સ્થિત ફાર્મમાં હુમલો કરવામાં આવ્યો અને તેમની હત્યા કરી નાખવામાં આવી.
આ વિવાદ મજૂરીની ચૂકવણી ન કરવાને લઈને થયો હતો. એક કારીગર સગીર હતો. હત્યાના આરોપમાં બન્ને કારીગરોને પકડી લેવામાં આવ્યાં છે.
પોલીસના પ્રવક્તા એડીલે માઇબર્ગના હવાલેથી સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ટેરીબ્લાંશના મૃતદેહ પથારી પર મળી આવ્યો. ચહેરા અને માથા પર ઈજાના નિશાન હતાં.