શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2012 (16:14 IST)

ધુવડની આ દુર્લભ ફોટો તમે પણ જોતા જ રહી જશો

P.R
હવામાં ઉડતાં અને અતિ ચંચળ પક્ષીઓ આપણે તેની પાસે જઈએ ત્યાં જ પળવારમાં ઉડન છૂ થઈ જાય છે ત્યારે તેમને લાઈનમાં બેસાડીને ફોટોગ્રાફ લેવો તેવી આશા જ કદાચ વધુ પડતી છે. પરંતુ, ઈટાલીના માઉરિઝિઓ માલાગોલી નામના માત્ર શોખને ખાતર ફોટોગ્રાફ કરતા કમ્પ્યુટર એન્જિનિયરે ઘુવડોની એવી અફલાતૂન ફોટોગ્રાફી કરી હતી કે તેને જોઈને એક સમયે તો આ તસવીર ખોટી છે તેવું જ લાગે.
P.R

ઈટાલીના મોડેનામાં આવેલા વાઈલ્ડ લાઈફ રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાતે ગયેલા માલાગોલીએ જ્યારે શિસ્તબદ્ધ રીતે બેઠેલું ઘુવડોનું એક ટોળું જોયું ત્યારે તે જોતા જ તેના પ્રેમમાં પડી ગયું. વળી, ઘુવડો પણ જાણે માલાગોલી પાસે ફોટો પડાવવા જ બેઠા હોય તેમ તેની સામે તાંકી રહ્યા હતા.
P.R

એક જ લાઈનમાં બેઠેલા આ ઘુવડોના અલગ-અલગ એંગલથી ફોટોગ્રાફ લઈને માલાગોલીએ અદ્દભૂત ફોટોગ્રાફી કરી હતી.