શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: દુબઈ , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (17:09 IST)

નકલી નોટ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ

ત્રણ પાકિસ્તાનીઓને દુબઈમાં સજા

દુબઈની એક કોર્ટે ત્રણ પાકિસ્તાની અને એક સીરીયન નાગરિકની નકલી ભારતીય નોટનો પ્રયોગ કરવાના ગુન્હામાં એક વર્ષની સજા ફટકારી છે.

કોર્ટે પ્રત્યેક આરોપી પર 5 હજાર દિરહામ(65 હજાર)નો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અન્ય એક વ્યક્તિને પુરાવાનાં અભાવે છોડી મુક્યો છે. સજા પુરી થયા બાદ તે આરોપીઓને તેમના દેશ મોકલી દેવામાં આવશે.

આ આરોપીઓનાં વકીલે તેમનો બચાવ કર્યો હતો. પણ સરકારી પક્ષે જણાવ્યું હતું કે આરોપીઓ જાણતાં હતાં,તેઓ નકલી નોટને બજારમાં વાપરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. દુબઈનાં રસ્તે ભુતકાળમાં ઘણીવખત નકલી નોટો ભારતમાં આવતી રહી છે. તેમજ ભારતીય એરપોર્ટ પર પણ ઘણી વાર યાત્રીઓ પાસે નકલી નોટો મળી આવે છે.