શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , રવિવાર, 4 એપ્રિલ 2010 (11:48 IST)

નવાઝે ગિલાનીનો પ્રસ્તાવ ફગોવ્યો

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન) ના અધ્યક્ષ નવાજ શરીફે કેંદ્રીય મંત્રિમંડળમાં શામેલ થવાના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીના પ્રસ્તાવને એક વાર ફરી ફગોવી દીધો છે. રાયવિંદમાં ગુરૂવારે યોજાયેલી એક બેઠકમાં ગિલાનીએ આ પ્રસ્તાવ રાખ્યો હતો.

કૈબિનેટમાં ફરીથી શામેલ થવા વિષે પુછવામાં આવવા પર નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા ચૌધરી નિસાર અલી ખાને સમાચાર પત્ર 'ધિ ન્યૂજ' થી વાતચીતમાં કહ્યું, 'હવે આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.''

તેમણે કહ્યું, 'કડવું સત્ય એ છે કે, છેલ્લી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) ને સરકાર બનાવાનો જનાદેશ મળ્યો હતો જ્યારે (પીએમએલ-એન) ને પંજાબ પ્રાંતનો જનાદેશ મળ્યો. કેંદ્રમાં અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવાની જવાબદારી મળી છે.પીએમએલ-એન આ જનાદેશનું સન્માન કરશે.