1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , બુધવાર, 7 એપ્રિલ 2010 (11:01 IST)

પરમાણુ પરીક્ષણ નહીં કરીએ : અમેરિકા

અમેરિકા પરમાણુ પરીક્ષણ નહીં કરે અને તે સીટીબીટીને મંજૂર કરવા ઈચ્છશે. આ વાત ઓબામા પ્રશાસને પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) ના મહત્વને રેખાંકિત કરતા કહી. આ બન્ને સમજૂતિના વર્તમાન સ્વરૂપને ભારતનું સમર્થન પ્રાપ્ત નથી.

અમેરિકી ન્યૂક્લિયર પોસ્ચર રિવ્યુ રિપોર્ટ 2010 માં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા પરમાણુ પરીક્ષણ નહીં કરે. પેંટાગોનમાં વિદેશ મંત્રી હિલેરી ક્લિંટંન અને રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સ દ્વારા જારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા નવા પરમાણું હથિયારો વિકસીત નહીં કરે.

લાઈફ એસટેંશન પ્રોગ્રામ્સ પહેલા કરવામાં આવેલા પરીક્ષણના પ્રારૂપના આધાર પર માત્ર પરમાણુ અવયવોનો પ્રયોગ કરવામાં આવશે અને તેનો પ્રયોગ નવા સેન્ય અભિયાનો અથવા નવી સેન્ય ક્ષમતાઓ માટે નહીં થાય. ભારતે પરમાણં અપ્રસાર સંધિ (એનપીટી) અને સીટીબીટીને વર્તમાનસ્વરૂપમાં સમર્થન આપ્યું નથી કારણ કે, તે તેને ભેદભાવપૂર્ણ માને છે.