શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

પાક ન્યક્લિયર ડીલ કરવા ઉત્સુક

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીએ અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતની જેમ પાકિસ્તાન સાથે પણ ન્યુક્લીયર કરાર કરવા માંગ કરી છે.

ગિલાનીએ વોશિગ્ટનનાં વિદેશ સંબંધ પરિષદનાં એક સમારોહમાં જણાવ્યું હતું કે અમેરિકા ભારતને અસૈન્ય પરમાણુ હોદ્દો આપવા ઈચ્છે છે, પાકિસ્તાનને પણ આ પ્રકારની ડીલ કરવાની ઈચ્છા છે. પાકિસ્તાનનાં બદનામ વૈજ્ઞાનિક એ.ક્યુ.ખાનનાં ગેરકાયદેસર તંત્ર પર ગિલાનીએ જણાવ્યું હતું કે તેમનાં ગેરકાનૂની ધંધા બંધ થઈ ગયા છે. અને હવે તે ફરી વખત થશે નહી.

ગિલાની અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતાં. તેમણે પાકિસ્તાનની નવી સરકાર ભારત સાથે ખૂબ સારા સંબંધો બનાવવા ઈચ્છે છે. અને,કાશ્મીર સહિત બધાં મુદ્દાને શાંતિથી ઉકેલવા માટે કટીબધ્ધ છે. નવી સરકાર ભારત સાથે વ્યાપારીક સંબંધો સારાં બનાવવા ઈચ્છે છે. પણ અમેરિકાને મધ્યસ્થી કરવાથી દૂર રહેવાની જણાવ્યું હતું.