શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2012 (10:30 IST)

પાક વડાપ્રધાન ગિલાની સુપ્રીમ કોર્ટમાં હાજર

પાકિસ્તાનનાં વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાની આજે સુપ્રીમ કોર્ટમાં પેશ થયા છે. પાકિસ્તાનની સુપ્રીમે તેમને પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ઝરદારી સામે કેસ ચલાવવા મામલે કોર્ટની અવમાનના અંગે કારણ દર્શાવો નોટીસ મોકલી આજે કોર્ટમાં તલબ થવા જણાવ્યું હતું. ગિલાની આ સીવાય પાક આર્મી ચિફ જનરલ અશફાક પરવેઝ કયાની સાથે પણ ટસલમાં ઉતર્યા છે. તેમણે આ અગાઉ આર્મીનું સુપ્રીમમાં જવું ગેરબંધારણીય જણાવીને કયાનીનો રાષ વહોરી લીધો હતો.પાક પ્રધાનમંત્રી, ગિલાની, સુપ્રીમ કોર્ટ, અશફાક પરવેઝ,

જોકે પાકિસ્તાન વડાપ્રધાન કચેરીનાં સુત્રો જણાવે છે કે ગિલાની સુપ્રીમમાં પેશ તો થશે પણ આ અંગે કોઇ માફી માંગે એવી શક્યતા ઓછી છે. આ સિવાય ઝરદારી સામે કેસ ચલાવવા અંગે કોઇ ખાતરી પણ સુપ્રીમને આપે એવી પણ કોઇ શક્યતા નથી.

ગિલાનીનાં વકીલનું કહેવું છે કે પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ પર હાલ કોઇપણ કેસ ચાલતો નથી એટલે આ મામલે તેમનાં પર તેમનાં કેસો ચલાવવા અંગેનું દબાણ કરવું યોગ્ય નથી એટલું જ નહીં તેમ ન કરીએ તો એ કોર્ટની અવમાનના ન ગણી શકાય.

આ અગાઉ પાક સુપ્રીમ કોર્ટે ઝરદારી પર સ્વિઝ બેંકમાં કાળાં નાણાના ગોટાળા ને કેસ ચલાવવા અંગે ગિલાનીને આજે હાજર રહેવા તલબ કર્યાં હતાં.