શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

પાકમાં વિનાશક પૂર, અત્યાર સુધી 1700ના મોત

પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચોમાસાના ભારે વરસાદને કારણે રવિવારે સ્થિતિ વધુ વિકટ થઈ ગઈ અને દેશમાં પ્રભાવિત એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો પર માનવીય સંકટ વધી ગયુ છે.

પૂરને કારણે અત્યાર સુધી લગભગ 1700 લોકો મૃત્યુ પામ્યા છે અને રાહત કાર્યોમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે. દેશના પશ્ચિમોત્તર અને મધ્ય ભાગોના જલમગ્ન કર્યા પછી પૂરનુ પાણી હવે સિંધુ શહેરમાં સિંધુ નદીને કિનારે વસેલ દક્ષિણના ક્ષેત્રોની તરફથી વધવા માંડ્યુ છે. અધિકારીઓએ કહ્યુ કે પૂરની સ્થિતિ ખૂબ જ વિકટ છે.

પૂરનુ સંકટ વીતેલા 80 વર્ષોમાં સૌથી વિકટ છે અને તેનો સામનો કરવામાં અધિકારીઓને પરસેવો છૂટી રહ્યો છે. સાતસોથી વધુ ગામ ડૂબી ગયા છે. ગુડ્ડુ બરાજ અને સક્ખર બરાજમાં ક્રમશ: 11 લાખ 28 હજાર ક્યૂસેક અને 11 લાખ 15 હજાર 300 ક્યૂસેક પાણી છે.

ઉત્તરી સિંઘમાં સક્ખરની પાસે બચ્છલ શાહ મયાની અને તોરહીમાં બાંધમાં દરાર પડી ગઈ અને ઘણી જગ્યાએ તટબંધોના તૂટવાથી માથે સંકટ તોળાઈ રહ્યુ છે.

સિંધમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદનુ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યુ છે, જ્યાર પછી અધિકારીઓને આશંકા બતાવી છે કે પૂરની સ્થિતિ ખૂબ જ વિકટ થઈ શકે છે.