શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2008 (16:49 IST)

પાકિસ્તાનનાં મંદિરો હિન્દુઓને સોંપાય

પાકિસ્તાન સ્થિત હિન્દુ સમુદાયએ કરાંચીનાં મિનોરા દ્વીપ સ્થિત એક ઐતિહાસિક મંદિરને નૌસેનાનાં નિયત્રંણમાંથી પાછી લેવાની અર્જી કરી છે.

હિન્દુ સંગઠનો એ માંગ કરી છે કે સંઘીય સરકાર 11 હજાર વર્ગફુટમાં બનેલા હિન્દુ મંદિરનો સંપૂર્ણ કબજો હિન્દુઓને સોંપે. તેની જગ્યાએ સરકારે મંદિરનો એક ભાગ જ હિન્દુઓને આપવામાં આવ્યો છે.

ડેઈલી ટાઈમ્સ અખબારનાં જણાવ્યાનુસાર પૂર્વ સાંસદ ડૉ.રમેશકુમાર વાંકવાનીએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને ઘણીવાર આગ્રહ કરવામાં આવ્યો છે. પરંતુ સરકારને મંદિરને હજુ સુધી હિન્દુઓને સોંપ્યું નથી. કરાંચી સ્થિત હિન્દુ સમુદાય આ મંદિરનું પુનઃનિર્માણ કરાવવા ઈચ્છે છે.

મિનોરા દ્વીપ કરાંચી બંદરગાહ નજીક આવેલ છે. આ દ્વીપ પર પાંચ હજાર જેટલાં હિન્દુઓ વસે છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમને પલાયન કરવા મજબુર બનાવવામાં આવ્યા છે.

વાંકવાનીએ જણાવ્યું હતું કે 1973માં પાકિસ્તાની નૌસેનાએ મિનોરા દ્વીપ પર કબજો કરી લીધો. કબજો કર્યા બાદ તેમણે હિન્દુઓને મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારબાદ મંદિરનો એક હિસ્સો હિન્દુઓને પૂજા કરવા માટે આપવામાં આવ્યો હતો. જો કે હિન્દુઓએ સંપૂર્ણ મંદિર સોંપવાની વાત કરી છે. કારણ કે તે મંદિરનું પ્રમુખ પૂજા સ્થળ છે.

હિન્દુ નેતા હરિ મોટવાની એ જણાવ્યું હતું કે આ મંદિર ઐતિહાસિક છે અને પાકિસ્તાનનાં નિર્માણ પહેલાથી અહીં સિંધી હિન્દુઓનું પ્રમુખ પૂજા સ્થળ છે. પણ પાકિસ્તાનની રચના બાદ તેની ધાર્મિક સ્વતંત્રતાનો નાશ થયો અને, મંદિર નૌસેના પાસ જતું રહ્યું.