શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2012 (14:25 IST)

પાકિસ્તાનનો વિકાસ કરતા સંરક્ષણ પર ખર્ચ વધુ

પાકિસ્તાન ભારત કરતાં સાતમાં ભાગનું છે, તેનું અર્થતંત્ર ભારત કરતાં દસમાં ભાગનું છે છતાં તે ભારતનાં સંરક્ષણ બજેટ કરતાં અડધું બજેટ વિકાસનાં ભોગે વાપરે છે. પ્રશ્ન એ છે કે વિકાસનાં ભોગે આર્મી મોટા ભાગનું બજેટ ખાઇ જતું હોવાં છતાં ત્યાં નેતાઓ કરતાં આર્મી કેમ લોકપ્રિય છે. કારણકે ત્યાં એક રુપિયાનાં એકઠા કરતાં કરવેરાનાં ત્રીજા ભાગનો કરવેરો આર્મી પાછળ વપરાય છે. ગત વર્ષે પાકિસ્તાને પ્રતિ વ્યક્તી 3200 રૂપિયા વાપર્યા હતાં.

એક અહેવાલ પ્રમાણે હજુ આર્મીને 1.8 અબજ ડોલરનું વધારાનું ભંડોળ જોઇએ છે. આ માટે પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને જણાવ્યું કે તેણે તેનાં બજેટનાં 50 ટકા વિકાસ કાર્યોનાં અને 20 ટકા બિન-વિકાસનાં કામોમાં કાપ મુક્યો છે. આમ તો વિકાસનાં ભોગે સંરક્ષણને બજેટ આપવાથી અર્થતંત્રને નુકસાન થાય છે પણ પાકિસ્તાનમાં ઉલ્ટું છે તેમને આર્મીને બજેટ આપવામાં ખુશી થાય છે.