શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

પુત્રીના મૃત્યુને યાદ કરતા બ્રાઉન રડી પડ્યાં

બ્રિટિશ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન એક ટીવી કાર્યક્રમ દરમિયાન પોતાની પુત્રી જેનિફરના મૃત્યુને યાદ કરતા જાહેરમાં ઘ્રુસકે ઘ્રુસકે રોવા લાગ્યાં અને તેમણે પોતાના પુત્ર 'ફેજર' નું મૃત્યુ પણ સમય પૂર્વે થવાનો અંદેશે જોહેર કર્યો. ફ્રેજર સાઈસ્ટિક ફાઈબ્રોસિસ નામની બીમારીની અડફેટે છે.

એક ટીવી પ્રોગામ માટે મુલાકાત આપી રહેલા બ્રાઉન સાથે તેમની પત્ની સારા પણ હાજર હતી અને ભાવનાઓના આવેશમાં આવીને તેમની આંખો ભીની થઈ ગઈ. આઈટીવીના ખ્યાતનામ પ્રોગામ પીયર્સ મોર્ગન્સ લાઈફ સ્ટોરીજને આપવામાં આવેલો બ્રાઉનનો આ ઈન્ટરવ્યું આગામી રવિવારે પ્રસારિત કરવામાં આવશે.


ધિ સંડે ટેલીગ્રાફના એક રિપોર્ટ અનુસાર ઈંટરવ્યૂ દરમિયાન બ્રાઉને પોતાના એ દર્દને યાદ કર્યું કે, કેવી રીતે તેમને પોતાની પત્ની પહેલા એ વાતનો આભાસ થઈ ગયો હતો કે, તેમની પુત્રી જીવીત નહીં બચી શકે.

બ્રાઉનનું પ્રથમ સંતાન જેનિફર 2002 માં જન્મના દસ દિવસમાં બ્રેન હૈમરેજના કારણે મૃત્યુ પામી. તે સમય પહેલા જ જન્મી ચૂકી હતી અને તેનું વજન માત્ર બે પાઉન્ડ હતું. તેમણે ગોર્ડન અને સારાની હાથોમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં આં. બ્રિટિશ વડાપ્રધાને પોતાનો દર્દ જાહેર કરતાં અંદેશો જાહેર કર્યો કે, તેમનો ત્રણ વર્ષનો પુત્ર ફ્રેજર પણ થોડા દિવસોનો મહેમાન છે.