1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 6 એપ્રિલ 2010 (17:59 IST)

પેશાવર હુમલાથી નિરાશ છે હિલેરી

પેશાવરમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ પર તાલિબાનના હુમલાથી અત્યંત નારાજ અમેરિકી વિદેશમંત્રી હિલેરી ક્લિંટને કહ્યું, ‘‘રાજનયિક મિશન પર હુમલો આંતરરાષ્ટ્રીય સહયોગના ધબકારા પર હુમલો છે અને આ કોઈ પણ દેશમાં ક્યારેય સ્વીકાર્ય નથી.

હિલેરીએ એક યાદીમાં કહ્યું 'સોમવારનો હુમલો નૃશંસ કટ્ટરપંથિઓની હિંસક લહેરનો ભાગ છે, જે પાકિસ્તાનના લોકતંત્રને બાધિત કરવા ઈચ્છે છે અને ડર તથા વૈમનસ્યના બીજ રોપવા ઈચ્છે છે. તેણે કહ્યું 'હું પેશાવરમાં અમારા વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાથી ખુબ જ નારાશ અને ખુબ જ દુખી છું. અમારી સંવેદના એ પાકિસ્તાની સૈનિકોના પરિજનો પ્રત્યે છે જે આ વર્ષે હુમલામાં ઘાયલ થયાં છે.'

અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું કે, અમેરિકા પોતાના મિશન પર આ હુમલાની નિંદા કરે છે અને સાથે જ તે બગદાદમાં અન્ય રાજનાયિક મિશનોને નિશાન બનાવીને તાજેતરમાં કરવામાં આવેલા હુમલા તથા અન્ય એવા તમામ અપરાધોની નિંદા કરે છે.