1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

પેશાવરમાં 5 આત્મઘાતી ધમાકા, દસના મોત

PTI
પાકિસ્તાનના અશાંત પશ્ચિમોત્તર ક્ષેત્રના મુખ્ય શહેર પેશાવરમાં આજે થયેલ પાંચ આત્મઘાતી વિસ્ફોટમાં દસ લોકોના મોત થઈ ગયા. ઘણા લોકો ઘાયલ થઈ ગયા.

ટીવી ચેનલો પર આવેલ સમાચાર મુજબ બધા વિસ્ફોટ પાંચ-પાંચ મિનિટના અંતરે થયા હતા. જેમાથી એક બ્લાસ્ટ અમેરિકી દૂતાવાસની પાસે થયો. અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. સમાચાર લખતા સુધી સુરક્ષા બળ અને આતંકવાદીઓ વચ્ચે અંધાધૂધ ગોળીબાર ચાલુ હતો.

ઉલ્લેખનીય છે કે પેશાવરને પહેલા પણ આત્મઘાતી દળે પોતાના નિશાના પર લીધુ હતુ. ગયા મહિને 28 માર્ચના રોજ પેશાવરમાં થયેલ એક આત્મઘાતી હુમલામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા.